કુવૈત અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 49 લોકોના મોત થઈ ચૂક્યા છે. કુવૈતના મંગફ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ચાર વાગે બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. આ આગની લપેટો એટલી ભયંકર હતી કે તેણે ભારે જાનહાનિ નોતરી. કુવૈત અગ્નિકાંડના મૃતકોમાં 40થી 42 જેટલા ભારતીયો છે. અન્ય લોકોમાં પાકિસ્તાની અને નેપાળી નાગરિકો હોવાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે મૃતકોમાં સૌથી વધુ કેરળથી હતા.
આ ઈમારતને NBTC ગ્રુપે ભાડે લીધી હતી અને તેનો ઉપયોગ કામદારોના રહેવા માટે કરાતો હતો. છ માળની ઈમારતમાં 196 લોકો રહેતા હતા જે ક્ષમતા કરતા ઘણા વધુ હતા અને જ્યારે આગ લાગી તો તેઓ તેમાં ફસાઈ ગયા હતા.
મોદી સરકારે પોતાના વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધનને કુવૈત મોકલ્યા છે. કુવૈત અગ્નિકાંડમાં કેટલાક મૃતકોની ઓળખ થઈ ગઈ છે. પરંતુ હજુ કેટલાક મૃતદેહો એવા છે જેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટનો સહારો લેવો પડશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અત્યાર સુધી જેટલા લોકોની ઓળખ થઈ છે તેમની યાદી પણ સામે આવી છે. યાદીમાં આ લોકો સામેલ છે.
કેરળ
- આકાશ એસ નાયર (23 વર્ષ), પંડાલમથી હતા જેઓ 6 વર્ષથી કુવૈત હતા.
- અમરુદ્દીન શમીર (33 વર્ષ), કોલ્લમ પોયાપલ્લી, કુવૈતમાં ડ્રાઈવર હતા.
- સ્ટેફિન અબ્રાહમ સબૂ (29 વર્ષ), કોટ્ટાયમ, એન્જિનિયર
- કેઆર રંજીત (34), 10 વર્ષથી કુવૈતમાં હતા અને સ્ટોર કિપર હતા.
- કેલુ પોનમલેરી (55), કાસરગોડ, પ્રોડક્શન એન્જિનિયર, બે પુત્રો પણ છે.
- પી વી મુરલીધરન, 30 વર્ષથી કુવૈતમાં હતા, સીનિયર સુપરવાઈઝર
- સાજન જ્યોર્જ, કેમિકલ એન્જિનિયર
- લુકોસ (48), છેલ્લા 18 વર્ષથી કુવૈતમાં
- સજૂ વર્ગીસ (56), કોન્નીના રહીશ
- થોમસ ઓમન, તિરુવલા
- વિશ્વાસ કૃષ્ણન, કન્નૂર
- નૂહ, મલ્લપુરમ
- એમ પી ભહુલાયાન, મલ્લપુરમ
- શ્રીહરિ પ્રદીપ, કોટ્ટાયમ
- મૈથ્યુ જ્યોર્જ
અન્ય ભારતીયો
- થોમસ જોસેફ
- પ્રવીણ માધવ
- ભૂનાથ રિચર્જ રોય આનંદ
- અનિલ ગીરી
- મોહમ્મદ શરીફ
- દ્વારકાધીશ પટનાયક
- વિશ્વાસ કૃષ્ણન
- અરુણ બાબુ
- રેમોન્ડ
10, જીસસ લોપેઝ - ડેની બેબી કરુણાકરણ
અત્રે જણાવવાનું કે પોતાના લોકોની શોધમા લાગેલા ભારતીયો માટે ઈન્ડિયન એમ્બેસીએ એક હેલ્પલાઈન નંબર પણ બહાર પાડ્યો છે +965-65505246. ભારતીય દૂતાવાસના જણાવ્યાં મુજ તમામ સંબંધિત લોકોને લેટેસ્ટ જાણકારી માટે આ હેલ્પલાઈન સાથે જોડાવવાની ભલામણ કરવામાં આવે છે. દૂતાવાસ દરેક શક્ય મદદ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારતીય દૂતાવાસે કહ્યું કે તે જરૂરી કાર્યવાહી માટે કુવૈત લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓ, ફાયર સેવા અને સ્વાસ્થ્ય વિભાગના સંપર્કમાં છે.